રવાપર: પી.એચ.સી. રાજપર ના આયુષ્માન આરોગ્ય મંદીર રવાપર ખાતે આજ રોજ “રાષ્ટ્રીય માસિક સ્વચ્છતા દિવસ” નુ આયોજન કરવામા આવેલ જેમા આજ ના દિવસે કિશોરીનુ એનીમીયા(લોહિ ના ટકા) તપાસ ,વજન ,ઊંચાઈ ની તપાસ કરવામા આવી હતી તથા સેનેટરી પેડ તેમજ આર્યનની ગોળીનુ વિતરણ કરેલ હતુ. જેમા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. પી.કે.શ્રીવાસ્તવ સાહેબ., જીલ્લા રસીકરણ અધિકારી શ્રી ડો. સંજય શાહ સાહેબ , તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. રાહુલ કોટડીયા. તથા રાજપર મેડીકલ ઓફિસર શ્રી ડો. હિરલ કે. સનારીયા નાં માર્ગ દર્શન હેઠળ આયુષ્માન આરોગ્યમંદીર રવાપર નાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રજ્ઞૅશ બી. પટેલ, ટી.એચ.વિ. અંજુ બેન ,FHS ગીતા બેન સહીત ના આરોગ્ય સ્ટાફ દ્રારા ઊજવણી કરવામા આવી હતી.આ રીતે “માસિક સ્વચ્છતા દિવસ” ને સફળતાપૂર્વક ઉજવી, આરોગ્ય મંદિર દ્વારા લોકજાગૃતિ માટે સારો સંદેશ આપવામાં આવેલ.
