પીપળી ગામની સીમમાં બાવળની કાંટમાં દેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરનાર 5 ઇસમોને જડપી લઈને પોલીસ 33 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે મહિલા આરોપીનું નામ ખૂલતાં વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી પીપળી ગામની સીમમાં બાવળની કાંટમાં દેશી દારૂ 165 લિટર કિમત રૂ 33 હજારનો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે આરોપી રાહુલ ભાણજી ચૌહાણ, અલ્તાફ અનવર ગની, સંજય હીરા ટીડાણી, કાદર હુસેન દીવાન, અકરમ અનવર શેખ એમ પાંચને જડપી લીધા હતા મહિલા આરોપી ડિમ્પલબેન હિતેશભાઈ રાઠોડનું નામ ખૂલતાં વધુ તપાસ હાથ ધરી છે