R R Gujarat

હળવદના વેગડવાવ ગામે બાઇક ખસેડવા મુદે મારામારી, છ વિરુદ્ધ ફરિયાદ

હળવદના વેગડવાવ ગામે બાઇક ખસેડવા મુદે મારામારી, છ વિરુદ્ધ ફરિયાદ

 

વેગડવાવ ગામે બારણાં પાસે મોટરસાયકલ રાખ્યું હતું જે આઘું કરવા જતાં મહિલાઓ સહિત છ ઇસમોએ પાઇપ અને લાકડાના ધોકા વડે આધેડને માર મારી ગાળો આપી ધમકી આપી હતી હળવદ પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાઈ છે

 

હળવદના વેગડવાવ ગામે રહેતા ભરત ચતુરભાઈ સુરેલાએ આરોપીઓ વિષ્ણુ ઉર્ફે ટાઈગર રામજી સુરેલા, રામજી ચતુર સુરેલા, વિક્રમ રામજી સુરેલા, શંભુ કેશા સુરેલા, ગુગીબેન રામજીભાઇ સુરેલા અને જનકબેન રામજીભાઇ સુરેલા રહે બધા વેગડવાવ ગામ વાળા સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિષ્ણુએ ફરિયાદીના ભરણ રસોડાના બારણાં પાસે બાઇક રાખ્યું હતું જે આઘું કરવા જતાં આરોપીઓ પાઇપ અને ધારિયું તેમજ લાકડાના ધોકા લઈને આવી ફરિયાદી ભરતભાઈને ગાળો આપી માર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે