વીસીપરા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરની દીવાલને ટેકો દઈને બેઠેલ યુવાનને ઠપકો આપતા સારું નહીં લાગતાં ચાર ઇસમોએ લાકડાના ધોકા અને ઢીકા પાટૂ માર મારી યુવાનને ઇજા કરી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવી છે
વાંકાનેર વીસીપરા સ્મશાનવાળી શેરીમાં રહેતા મનીષ જગદીશ ભાટીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે માતાજીના મંદિરની દીવાલને ટેકો દઈને બેઠો હોવાથી આરોપીને ઠપકો આપ્યો હતો જે સારું ના લાગતાં આરોપીઓ કાળુંભાઈ પશાભાઈ સેટાણીયા, ભૂરો સેટાણીયા, વિજય ઘોઘાભાઈ સેટાણીયા, વિક્રમભાઈ વિજયભાઇ સેટાણીયાએ ગાળો આપી લાકડાના ધોકા વડે અને ઢીકા પાટૂ માર મારી ઇજા કરી હતી વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે