R R Gujarat

ટંકારા લૂંટ પ્રકરણમાં મદદગારી કરનાર આરોપીના તા. ૩૦ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર  

ટંકારા લૂંટ પ્રકરણમાં મદદગારી કરનાર આરોપીના તા. ૩૦ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર  

ટંકારા નજીકથી ૯૦ લાખની લૂંટના ગુનામાં અગાઉ બે આરોપીને ઝડપી લઈને લાખોનો મુદામાલ કબજે લેવામાં આવો હતો તેમજ લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને મદદ કરનાર કારખાનેદારને પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે તા. ૩૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે  

ટંકારા નજીક થોડા દિવસો પૂર્વે ચકચારી લૂંટની ઘટના બની હતી જેમાં રાજકોટથી આંગડીયા પેઢીના માલિક નીલેશભાઈ ભાલોડીયા પોતાની કાર લઈને મોરબી તરફ આવતા હતા ત્યારે ખજુરા હોટેલ પાસે કારને આંતરી લઈને ૯૦ લાખની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા હતા જે ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીને ઝડપી લીધા બાદ મદદગારી કરનાર આરોપી દિગ્વિજય અમરશી ઢેઢીને ઝડપી લીધો હતો જે આરોપી જબલપુર રોડ પર કારખાનું ચલાવતો હોય અને આરોપીઓ ત્યાં રોકાયા હતા અને રેકી કરી હતી તેમજ રાજકોટ તરફથી કાર આવતી હોવાની માહિતી આપી મદદ કરી હતી જેથી પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા આગામી તા. ૩૦ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે