બંધુનગર નજીક ફેક્ટરીમાં રહેતા 21 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું હતું બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી ગઈ હતી
મૂળ યુપીના રહેવાસી હાલ બંધુનગર પાસે હિમત ગલેજ ટાઇલ્સ કારખાનામાં રહેતા અંકુશકુમાર રાજેશકુમાર નામના 21 વર્ષના યુવાને ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે