ફાટસર ગામે રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
મૂળ એમપી હાલ મોરબીના ફાટસર ગામે રહીને મજૂરી કરતાં મુન્નાભાઈ કેગઉભાઈ ગાવડ (ઉ. વ.40) વાળા યુવાને કોઈ કારણોસર ઘરમાં પોતાની જાતે પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ ચલાવી છે