રાજપર ચોકડીથી ગેરકાયદે અબોલ જીવની હેરાફેરી કરનાર ઇસમોને ગૌરક્ષકોની ટીમે જડપી લીધા હતા અને મુદામાલ પોલીસને સોંપતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે
મોરબીના નવી પીપળી ગામે રહેતા વૈભવ જીતેશ જાલરીયાએ આરોપી વિજય ધનાભાઈ બાલાસરા અને ઇકબાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિજય પોતાની બોલેરો પિકઆપ ગાડીમાં બે મોટા બળદ જીવ નંગ 02 અને આરોપી મેહુલે પોતાની બોલેરોમાં ભરીને લઈ જતાં હતા અને આરોપી ઇકબાલને આપવા જતાં હોય જે આરોપીઓએ પોતાની બોલેરોમાં પશુ ક્રૂરતાપૂર્વક બાંધી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના ગેરકાયદે હેરાફેરી કરતાં મળી આવ્યા હતા મોરબી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે