મોરબી ચોકડી પાસે ઉછીના લીધેલા પૈસા પરત આપવા બાબતે બોલાચાલી કરી પૈસા પરત ના આપી પરિણીતાને ગાળો આપી જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મૂળ મધ્યપ્રદેશ અને હાલ મોરબી હળવદ રોડ પર રહેતા રૂકસારબેન ગૌરવભાઈ મનોર નામની પરિણીતાએ આરોપી મુમાંભાઈ ઉર્ફે રાધૂ ઉર્ફે રાધે હિરાભાઈ રાતડિયા અને અન્ય ત્રણ મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મુમાં રાતડિયાએ રૂકસારબેન પાસેથી ઉછીના પૈસા લઈને પરત આપવા હળવદની મોરબી ચોકડી પાસે બોલાવ્યા હતા પૈસા ના આપી ગાળો આપી જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ તેની સાથે આવેલા બીજા ત્રણ મિત્રએ પણ ગાળો આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે