વાંકાનેરની પેડક સોસાયટીમાં આવેલ માતાજીના મંદિરમાં ફોટો પાડવા મુદે બે અજાણ્યા ઇસમો સહિતના ચાર આરોપીઓએ માથાકૂટ કરી લાકડી વડે માર મારી ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે
રાજકોટના મનહરપૂર 1 માધાપર ચોકડી પાસે રહેતા પરેશભાઈ લાખાભાઈ પરેશાએ આરોપીઓ યશરાજસિંહ ઝાલા, જયદ્રથસિંહ ઝાલા અને બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને સાહેદો શીતળા માતાજીના મંદિરે ફોટો પાડતા હતા જે સારું નહીં લાગતાં આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી ફરિયાદી પરેશને ઢીકા પાટૂ માર મારી લાકડી વડે ઇજા કરી હતી વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે