મોરબીમાં રહેતા 39 વર્ષના યુવાન વ્યાજખોરોના ચુંગલમાં ફસાયા છે પાંચ ઇસમો પાસેથી ઊંચા વ્યાજે લીધેલ રકમના બદલામાં વ્યાજ સહિત મુદલ રકમ પરત આપ્યા છતાં વધુ રૂપીયાની ઉઘરાણી કરી ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના રવાપર રોડ પર રહેતા જગદીશભાઈ કીર્તિભાઈ ગજ્જરે આરોપીઓ રાજૂ ડાંગર, ભાવેશ છબીલ વઘાડીયા, પારસ ઉર્ફે ભોલૂ મુકેશ જારીયા, કિશન મનુભા લાંબા ગઢવી અને ભરત કાનાભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 01-01-2019 થી 19-05-25 સુધીના સમયમાં આરોપીઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા જેમાં ફરિયાદીએ દસ વર્ષ પૂર્વે ફ્લેટ વેચાણ કરવા લીધો હતો અને તેનું ફર્નિચર કામ રાખ્યું હતું બાદમાં કોરોના મહામારી આવતા રાજુભાઇ ડાંગર પાસેથી રૂ 5 લાખ 5 ટકા લેખે લીધા હતા જેના બદલે દર મહિની રૂ 25 હજાર ઓનલાઈન અને રોકડા આપતા હતા તેમજ ભાવેશ પાસેથી રૂ 4.45 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા દસ મહિને રૂ 22 હજાર વ્યાજ ચૂકવતો હતો પારસ પાસેથી રૂ 2.60 લાખ ઊંચા વ્યાજે લીધા હતા દર મહિને રૂ 6200 વ્યાજ ચૂકવતા હતા કિશન ગઢવી પાસેથી 2.50 લાખ વ્યાજે લીધા હતા
ભરત પાસેથી રૂ 1.80 લાખ વ્યાજે લીધા હતા જે આરોપીઓને વ્યાજની રકમ ચુકવ્યા છતાં ફરિયાદીના બે મોટરસાયકલ બળજબરીપૂર્વક લઈને તેમજ ચેક લઈને ચેક રિટર્નની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા મોરબી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે