R R Gujarat

ટંકારા જુગાર તોડ્કાંડમાં હેડ કોન્સ્ટેબલ પોલીસ સમક્ષ હાજર, ત્રણ દિવસના રિમાન્ડ મંજુર 

ટંકારા જુગાર તોડ્કાંડમાં હેડ કોન્સ્ટેબલ પોલીસ સમક્ષ હાજર, ત્રણ દિવસના રિમાન્ડ મંજુર 

ટંકારા જુગાર તોડ્કાંડ મામલે ગુનો નોંધાયા બાદ ડીસેમ્બર ૨૦૨૪ થી પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ ફરાર હતા અને ગત માસે ફરારી જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ૩૦ દિવસની મુદત આપવામાં આવી હતી જે પૂર્ણ થવાનો સમય થયો ત્યારે હેડ કોન્સ્ટેબલ તપાસ અધિકારી સમક્ષ હાજર થતા કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે તો ટંકારાના તત્કાલીન પીઆઈ હજુ ફરાર છે

ટંકારાની કમ્ફર્ટ હોટેલમાં ખોટી જુગાર રેડ કરી ૬૩ લાખથી વધુનો મુદામાલ ટંકારા પોલીસે જપ્ત કર્યો હતો અને ખોટી રેડ કરી લાખોની લાંચ માંગવામાં આવી હતી જે તોડ્કાંડમાં ડીસેમ્બર ૨૦૨૪ ના રોજ ટંકારા પોલીસ મથકમાં આરોપી તત્કાલીન પીઆઈ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ નોંધાયા બાદથી બંને ફરાર હતા અને ગત માસે ૨૪ એપ્રિલના રોજ બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને ૩૦ દિવસમાં લીંબડી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક સમક્ષ હાજર થવા જણાવ્યું હતું જે મુદત પૂર્ણ થવાને આડે બે દિવસ બાકી રહ્યા હતા ત્યારે આજે ફરાર હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી તપાસ અધિકારી સમક્ષ હાજર થયો હતો જેથી તેને કોર્ટમાં રજુ કરવામાં આવતા મોરબી સેશન્સ કોર્ટે ૩ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે તો તત્કાલીન પીઆઈ હજુ પણ ફરાર છે ત્યારે તેઓ સામેથી હાજર થાય છે કે પછી પોલીસ તેને શોધી કાઢે છે તે જોવાનું રહ્યું