R R Gujarat

મોરબીના વનાળિયા ગામે લાઇટ બંધ કરવા મુદે સસરા-પુત્રવધૂ બાખડ્યા 

મોરબીના વનાળિયા ગામે લાઇટ બંધ કરવા મુદે સસરા-પુત્રવધૂ બાખડ્યા 

 

વનાળિયા ગામે મહિલાના ઘરની લાઇટ બંધ કરી દેતા લાઇટ કેમ બંધ કરી છે કહેતા સસરાએ પુત્રવધૂ સાથે જઘડો કરી માર મારી ઇજા પહોંચાડી હતી

મોરબીના વનાળિયા ગામના રહેવાસી ભાનુબેન રાજેશભાઇ અજાણાએ આરોપી ધારાભાઈ ઘેલાભાઈ અજાણા રહે વનાળિયા ગામ અને મનીષાબેન વિરાજભાઈ ખાંભલા રહે શનાળા એમ બે સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના સસરા ઘેલાભાઈ અજાણાએ ભાનુબેનના ઘરની લાઇટ બંધ કરી દીધી હતી જેથી પતિ રાજેશભાઇએ આરોપીને કેમ લાઇટ બંધ કરી તેમ કહેવા જતાં પતિ સાથે બોલાચાલી અને જઘડો કરી લાકડીના ધોકા વડે માર મારી ફળિયામાં પડેલ ધારીયા વડે માથામાં મારી ઇજા કરી હતી