નાની વાવડી બગથલા રોડ પર પિતા અને પુત્ર મોર્નિંગ વોક માટે ચાલીને જતાં હતા ત્યારે રિક્ષા ચાલકે પિતા અને પુત્રને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં પિતા અને પુત્ર બંનેને ઇજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી સરદારનગર સોસાયટી શિવધારા એપાર્ટમેન્ટમાં રહેતા નયનકુમાર રમેશભાઈ ઠોરીયાએ રિક્ષા જીજે 36 યુ 5905 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 11 ના રોજ ફરિયાદી નયનકુમાર અને તેના પિતા રમેશભાઈ બંને સવારના સવા છએક વાગ્યે નાની વાવડી બગથલા રોડ પર મોર્નિંગ વોક માટે ચાલીને જતાં હતા ત્યારે રિક્ષા ચાલકે બંનેને ટક્કર મારી હતી જેમાં ફરિયાદી યુવાનને શરીરે છોલછાલ જેવી ઇજા અને પિતાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે