મહેન્દ્રનગર ચોકડી પાસે કાર ચાલકે 13 વર્ષની તરૂણીને ઠોકર મારતા ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું જે બનાવ અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
પડધરીના રહેવાસી દિલીપભાઇ નરશીભાઈ જાદવ કાર જીજે 36 એજે 6647 ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 14 ના રોજ કારચાલકે પોતાની કાર પૂરજડપે ચલાવી ઘુંટુ ગામથી મહેન્દ્રનગર ચોકડી તરફ જતાં રોડ પર ફરિયાદીની દીકરી જરણા (ઉ. વ.13) વાળીને રોડ ક્રોસ કરતી વખતે હડફેટે લેતા માથા અને શરીરે ગંભીર ઇજા પહોંચાડી હતી અને તરુણીનું સારવારમાં મોત થયું હતું મોરબી સિટી બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે