નવી પીપળી ગામ નજીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ 20 વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ ચલાવી છે
મોરબીના પીપળી ગામ નજીક આવેલ સિપોન સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કરતાં રાજૂ જગન્નાથ યાદવ નામના યુવાને પોતાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે