રણછોડનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને બી ડિવિજન પોલીસે જડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સિટી બી ડિવિજન પોલીસ ટીમે બાતમીને આધારે રણછોડનગર સરદારજીના બંગલા વાળી શેરીમાં રેડ કરી હતી જ્યાં શેરીમાં બેસી જાહેરમાં જુગાર રમત કાનજી મગનભાઇ શ્રીમાળી, અર્જુનસિંગ જીવનસિંગ રાજપૂત, જયેશ માણેકલાલ ત્રિવેદી, સોકત ઈસ્માઈલ સાઈચા અને વિજય નાગજી રાવ એમ પાંચને દબોચી લઈને રોકડ રૂ 18,000 જપ્ત કરી છે