માળીયાના મોટા ભેલાંથી સરવડ જતાં રોડ પર યુવાન બાઇક લઈને જતો હતો ત્યાર સીએનજી રિક્ષા ચાલકે બાઇક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જેમાં બાઇક ચાલક યુવાનને ઇજા પહોંચતા મોત થયું હતું
માળીયા તાલુકાના મોટા ભેલા ગામના રહેવાસી બાલજીભાઈ લક્ષ્મણભાઈ સરડવાએ રિક્ષા જીજે 36 યુ 5941 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે રિક્ષા ચાલકે પોતાની રિક્ષા પુરજડપે ચલાવી મોટા ભેલાંથી સરવડ જતાં રોડ પર ફરિયાદીના દીકરા સંજયના બાઇકને ટક્કર મારી રોડ પર પછાડી ડેટ સંજયને ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે