સાયબર ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યા છે જેમાં વધુ એક ચીટિંગ મોરબીના વેપારી સાથે થયું છે જેમાં ઓનલાઈન જોબ વર્ક આપવાની લાલચ આપી સોશ્યલ મીડિયા મારફત સંપર્ક કરી 20 લાખથી વધુની રકમ પડાવી લઈને રૂપેય પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના પંચાસર રોડ પર રહેતા હાર્દિપકુમાર ગણેશભાઈ પનારાએ વ્હોટ્સએપ નંબર, ટેલિગ્રામ યુજર, બેન્ક ખાતા ધારકો સહિત 19 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 31 જાન્યુઆરીથી તા. 19 એપ્રિલ સુધીના સમયમાં આરોપીઓએ ગુનાહિત કાવતરું રાંચી ઓનલાઈન જોબ વર્ક આપવાની વ્હોટ્સએપ ટેલિગ્રામ દ્વારા વાતચીત કરી ઘરે બેઠા રૂપેય કામવવાની લાલચ આપી વિશ્વાસ કેળવી શરૂમાં કામ પૂરું કરતાં રૂપીયા એકાઉન્ટમાં જમા કરાવી બાદમાં અલગ અલગ બહાના હેઠળ રૂ 20,75,713 રકમ રોકાણ કરાવી આજદિન સુધી રૂપીયા પરત ના આપી વિશ્વાસઘાત છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે