મોરબી તાલુકાના બિલિયા ગામના રહેણાંક મકાનમાં રેડ કરી મોરબી તાલુકા પોલીસે જુગાર રમતા સાત ઇસમોને જડપી લઈને બે મોબાઈલ, રોકડ રૂ 3.38 લાખ સહિત કુલ રૂ 3.48 લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસને બાતમીને આધારે બિલિયા ગામે રહેતા ભરતભાઇ રૂગનાથભાઈ સાણંદીયાના મકાનમાં રેડ કરી હતી આરોપી બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા મળી આવ્યો હતો મકાનમાં જુગાર રમત ભરત રૂગનાથભાઈ સાણંદીયા, મનસુખ હરખાભાઈ ઉર્ફે હરખજીભાઈ ભોરણીયા, પુનિત માવજીભાઈ કાઇલા, જયેશ કાનજીભાઇ પડસુંબીયા, કૌશિક દેવજીભાઈ રામિ, કપિલ પ્રહલાદભાઈ ગામી અને જયેશ વનજીભાઈ પડસુંબીયા એમ સાતને જડપી લીધા હતા
પોલીસે બે મોબાઈલ કિમત રૂ 10,000 અને રોકડ રૂ 3,38,600 એમ કુલ 3,48,600 નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે