R R Gujarat

ટંકારામાં પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ સહિતના ત્રણ આરોપીની ધરપકડ

ટંકારામાં પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ સહિતના ત્રણ આરોપીની ધરપકડ

 

ટંકારામાં જમાઈને વિદેશ અભ્યાસ માટે રૂપીયા પાંચ લાખની માંગણી કરી હતી જે રકમ આપી નહીં સકતા પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ માનસિક ત્રાસ આપતા પરિણીતાએ આપઘાત કર્યો હતો ટંકારા પોલીસે મરવા મજબૂર કરવાની ફરિયાદ નોંધી આરોપી પતિ સહિતના ત્રણ આરોપીને જડપી લીધા છે

વિનોદભાઇ પરમારે ગત તા. 18 ના રોજ ટંકારા પોલીસ મથકમાં આરોપીઓ શુભમ હિરાલાલ પનારા, હિરાલાલ કરશનલાલ પનારા અને રિનલબેન હિરાલાલ પનારા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે દીકરી કિંજલના લગ્ન બાદ જમાઈ શુંભમને વિદેશ ભણવા જવા માટે રૂ 5 લાખની જરૂર હતી જે દીકરી પાસે માંગ્યા હતા પરંતુ ફરિયાદીની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી આપી ના શક્યા જેથી દીકરી કિંજલને કરિયાવર અને રૂપીયા બાબતે અવારનવાર મેણાં ટોણાં મારી માનસિક ત્રાસ આપતા સહન નહીં થતાં દીકરી આપઘાત કર્યો હતો

ટંકારા પોલીસે આરોપી પતિ, સાસુ અને સસરા સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીઓ શુભમ પનારા, હીરાલાલ પનારા અને રિનલબેન પનારાને જડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે