સૂરવદર ગામે ફરિયાદીનો ભાઈ આરોપીની બહેનને ભગાડી ગયાનો ખાર રાખીને ચારથી પાંચ અજાણ્યા સહિત નવ જેટલા ઇસમો હથિયાર સાથે આવી પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કરી આધેડની હત્યા નિપજાવી તેમજ પરિવારના અન્ય સભ્યોને માર મારી ઇજા પહોંચાડી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના સૂરવદર ગામના કિરણભાઈ કરશનભાઇ ધામેચાએ આરોપીઓ વિશાલ રમેશ કોળી, શામજી રણછોડ કોળી, સાગર રણછોડ કોળી રહે રાયધરા, આશિષ બાબુ કોળી રહે શક્તિનાગર અને ચારથી પાંચ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિશાલની બહેન કાજલને ફરિયાદીનો ભાઈ મનોજ ભગાડી ગયાનો ખાર રાખી આરોપીઓ છરી, ધોકા જેવા હથિયાર સાથે આવી ફરિયાદી કિરણનું અપહરણ કરી ગાડીમાં બેસાડી ગળું દબાવી તેમજ ચંદુભાઈ કોળી અને અન્ય છોડાવવા જતાં છરી વડે ચંદુભાઈ કોળીને છરીના ઘા મારી હત્યા કરી હતી
તેમજ જયેશ ન એ મારી નાખવાના ઇરાદે છરી મારી માથામાં ઇજા કરી ફરિયાદીની બેન સંજનાને ઇજા કરી ફરિયાદીના ભાઈ જયસુખને ધોકા મારી ઇજા કરી હતી હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે