R R Gujarat

ગોંડલમાંથી બાઇક ચોરી કરનાર ઇસમ ચોરાઉ બાઇક સાથે મોરબીની ત્રાજપર ચોકડી ઝડપાયો

ગોંડલમાંથી બાઇક ચોરી કરનાર ઇસમ ચોરાઉ બાઇક સાથે મોરબીની ત્રાજપર ચોકડી ઝડપાયો

 

મોરબી એલસીબી ટીમે ત્રાજપર ચોકડી પાસેથી એક ઇસમને ચોરાઉ બાઇક સાથે જડપી લીધો હતો આરોપી બાઇક ગોંડલ સિટી વિસ્તારમાંથી ચોરી કર્યાનું ખૂલ્યું છે

 

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી ત્રાજપર ચોકડી પાસે ઓવરબ્રિજના વાંકાનેર તરફ જતાં રોડ પરથી એક ઇસમને શંકાસ્પદ બાઇક સાથે જડપી લીધો હતો અને પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતાં બાઇક માલિક તરીકે જાયેશભાઈ સામતભાઈ ગુજરાતી રહે મોટા ઉમવડા તા. ગોંડલ વાળાનું હોવાનું ખૂલ્યું હતું જેથી આરોપી પાસે બાઇક કાગળો માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું અકે સઘન પૂછપરછ કરતાં ગોંડલ સિટી બી ડિવિજન પોલીસ મથકમાંથી ચોરી થયાનું ખૂલ્યું હતું જેથી પોલીસે આરોપી અજય સુરાભાઈ વાઘેલા રહે હાલ કુદલા તા. ચુડા વાળાને દબોચી લઈને 20 હજારની કિમતનું બાઇક કબજે લઈને વધુ તપાસ ચલાવી છે અન્ય આરોપી વિપુલ છગન સાંઢમીયા રહે ઘેલા સોમનાથ તા. જસદણ વાળાનું નામ ખૂલ્યું છે