ઊંચી માંડલ ગામ નજીક આવેલ ફેક્ટરીમાં રહીને કામ કરતાં 22 વર્ષના યુવાને લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
ઉત્તરપ્રદેશના રહેવાસી અજીતભાઈ રાજપાલસિંહ યાદવ (ઉ. વ.22) નામના યુવાન મોરબીના ઊંચી માંડલ પાસે અવળે ઓરિનડા ફેક્ટરીમાં કામ કરતો હતો જે યુવાને ગઇકાલે કોઈ કારણોસર લેબર કોલોનીમાં મફલર વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું