R R Gujarat

મોરબીના અમરનગર નજીક આઇસરની ઠોકરે રિક્ષા સવાર ચારને ઇજા, મહિલાનું મોત

મોરબીના અમરનગર નજીક આઇસરની ઠોકરે રિક્ષા સવાર ચારને ઇજા, મહિલાનું મોત

 

અમરનગર ગામ નજીક રિક્ષા અને આઇસર અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાચાલક અને તેના ત્રણ દીકરાને ઇજા પહોંચી હતી જ્યારે મહિલાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા હરેશભાઈ હમીરભાઈ બેડવાએ અજાણ્યા આઇસર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ જગદીશભાઈ રિક્ષા જીજે 36 યુ 8657 લઈને જતાં હતા ત્યારે અમરનગર નજીક અજાણ્યા આઇસર ચાલકે હડફેટે લઈને અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદીના ભાઈ જગદીશભાઈ અને ત્રણ દીકરાને માથાના ભાગે ઇજા પહોંચાડી તેમજ શોભાબેન ઉર્ફે સેજલબેન જગદીશભાઈ બેડવાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજાવી આઇસર લઈને નાસી ગયો હતો