સામાકાંઠે ઓવરબ્રિજ કામગીરી ચાલે છે ત્યારે ખાનગી કંપનીના 16 હજારના મુદામાલની સ્થળ પરથી ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
અમદાવાદના રહેવાસી અરવિંદસિંગ કરણસિંગ લોધીએ અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 12 ના રાત્રીથી તા. 13 ના રાત્રિ દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલ નજીક નવા બંધાતા બ્રિજ નીચેથી કંપનીનો સામાન ચોરી થયો છે જેમાં ફરિયાદીની સરકારી કચેરીના એલ એન ટી કંપની દ્વારા નખેલ એન. એફ. એસ. ઑ. એફ. સી. કેબલ આશરે 200 મીટર કિમત રૂ 14000 અને તેની સાથે લાગેલ જોઇન્ટ કળોજર કિમત રૂ 2000 સહિત કુલ રૂ 16 હજારની મત્તા ચોરી ગયા છે મોરબી સિટી બી ડિવિજન પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે