શનાળા ગામે કિરાણા સ્ટોરમાં દારૂ રાખી વેચાણ કરનાર દુકાનદારને જડપી લઈને પોલીસે ઇંગ્લિશ દારૂની 65 બોટલનો જથ્થો જપ્ત કરી દુકાનદારને દબોચી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખૂલતાં તપાસ હાથ ધરી છે
મોરબી એ ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શક્ત શનાળા ઉમિયા સોસાયટી આરોપી કિશોર ઉર્ફે કાંતિભાઈ હરજીભાઈ પનારા પોતાની કિરાણા સ્ટોર દુકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીની દુકાનમાંથી દારૂની 65 બોટલ કિમત રૂ 48,814 નો જથ્થો કબજે લીધો છે અને આરોપી કિશોર પનારાને દબોચી લેવામાં આવ્યો છે અન્ય આરોપી જુનેદ ઉર્ફે લાલો મહેબૂબ માયક રહે પંચાસર રોડ મોરબી વાળાનું નામ ખૂલ્યું છે