સરવડ ગામે ગાળો બોલતા હતા જે બોલવાની ના પાડતા ત્રણ ઇસમોએ યુવાનને લોખંડ ધારિયું, છરી સહિતના હથિયારો સાથે માર મારી ઇજા પહોંચાડી હતી માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળીયા તાલુકાના સરવડ ગામના રહેવાસી દિપક વિરજીભાઈ મૂછડીયાએ આરોપીઓ અરવિંદ રણછોડ પરમાર, તુલસી રણછોડ પરમાર અને રણછોડ પરમાર રહે બધા સરવડ વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પંકજભાઈ ગામમાં નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા ગયા હતા ત્યારે આરોપી અરવિંદ ભૂંડી ગાળો બોલતો હોવાથી ગાળો બોલવાની ના પાડી હતી જેથી બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી
જે બાબતે સારું નાહી લગતા આરોપી અરવિંદ અને તુલસી બંને છરી લઈને તેમજ આરોપી રણછોડ ધારિયું લઈને આવી પંકજભાઈને ગાળો બોલી હાથમાં રહેલ છરી વડે પેટના ભાગે અને ખાંભા નીચે મારી ઇજા કરી હતી અને ફરિયાદી દિપક છૂટા પડાવવા વચ્ચે પડતાં તેને છરીનો ઘા મારી ઇજા કરી હતી માળીયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે