મોરબીના રહેવાસી વૃદ્ધ સહિત બેને અમેરિકા લગ્નમાં જવાનું હોવાથી ટૂરિઝમના નામે અમદાવાદના દંપતીએ વિશ્વાસમાં લઈને પેકેજ ટુર અને એર ટિકિટ સહિત કુલ રૂ 7.71 લાખનું બૂકિંગ કર્યા બાદ રૂપીયા ઓળવી જઈને ચીટિંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના રવાપર રોડ પર પટેલ સોસાયટીમાં રહેતા રમેશભાઈ બાલુભાઈ ઉધરેજાએ અમદાવાદના ચંદ્રોલા ગોતા રોડ પર રહેતા મહર્ષિ પ્રવીણ દવે અને ભાવિકાબેન મહર્ષિ દવે વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રમેશભાઈ અને વસંતભાઇ અંબાલાલભાઈ પટેલને અમેરિકા લગ્નમાં જવાનું હોવાથી આરોપીઓની વેશવી ટૂરિઝમ નામથી વિશ્વાસમાં લઈને કપટભરી રીતે એર ટિકિટ ઇલેક્ટ્રોનિક માધ્યમથી બનાવી
પેકેજ ટુર અને એર ટિકિટ મળીને કુલ રૂ 7,71,213 થી બૂકિંગ કરી ટિકિટ બૂક કરી ઓન હોલ્ડથી ટિકિટ મોકલી ટિકિટ કન્ફર્મ નહીં કરી રૂપીયા ઓળવી જઈને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સિટી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે