વિરપર ગામની સીમમાં ભીમગુંડા જવાના રસ્તે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઇસમને જડપી લઈને પોલીસે 49,200 નો મુદામાલ જપ્ત કર્યો છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમી મળતા વિરપર ગામથી ભીમગુડા જવાના રસ્તે રેડ કરી હતી જ્યાં ખરાબામાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી સ્થળ પરથી પોલીસે ગરમ આથો 100 લિટર કિમત રૂ 2500, ઠંડો આથો 1000 લિટર કિમત રૂ 25 હજાર, ગરમ દેશી દારૂ 80 લિટર કિમત રૂ 16 હજાર અને ભઠ્ઠીના સાધનો મળીને કુલ રૂ 49,200 નો મુદામાલ જપ્ત કરી આરોપી રાજેશ દિનેશ ડાંગરોંચા રહે વિરપર તા. વાંકાનેર વાળાને જડપી લીધો છે