થાન રોડ પર લૂણસરીયા ફાટક પાસેથી પોલીસે કારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર ચાર ઇસમોને જડપી લઈને દારૂની 24 બોટલ અને કાર સહિત કુલ રૂ 1.82 લાખનો મુદામાલ કબજે લીધો છે
વાંકાનેર સિટી પોલીસ ટીમે થાન રોડ પર લૂણસરીયા ફાટક પાસેથી કાર જીજે 03 જેઆર 6534 વાળીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો કારમાં 32,400 ની કિમતની 24 બોટલનો જથ્થો લઈ જતાં આરોપી તરુણ ગજેન્દ્ર કુબાવત, સચિન ઉર્ફે ચચો, મનદીપસિંહ અનિરુદ્ધસિંહ જાલા, ચેતનસિંહ નાથુભા જાડેજા એમ ચારને જડપી લઈને દારૂ અને કાર મળીને કુલ રૂ 1,82,400 નો મુદામાલ જપ્ત કરી કર્યો છે એક આરોપી હાર્દિક કાઠી રહે થાનગઢ વાળાનું નામ ખૂલ્યું છે