R R Gujarat

વાંકાનેરના જોધપર ગામે વાડીના રસ્તે જૂની અદાવતમાં મારામારી, ત્રણ વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરના જોધપર ગામે વાડીના રસ્તે જૂની અદાવતમાં મારામારી, ત્રણ વિરુદ્ધ ફરિયાદ

 

જોધપર ગામે ઢોર ચારવવાની ના પાડયાનો ખાર રાખી ત્રણ ઇસમોએ યુવાન ટ્રેક્ટર લઈને જતાં હતા ત્યારે વાડીના રસ્તે માલઢોર સાઈડમાં ના કરી ધારીયા અને પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી

વાંકાનેર તાલુકાના જોધપર ગામના અકબર વલીમામદ શેરશિયાએ આરોપીઓ વિપુલ છેલાભાઈ ટોળિયા, વિજય ઉર્ફે ગાંડિયો છેલભાઈ ટોળિયા અને સુરેશ પખાભાઈ ટોળિયા રહે બધા જોધપર ગામ તા. વાંકાનેર સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી અકબરે અગાઉ તેની વાડીમાં આરોપીઓને ઢોર ચરાવવાની ના પાડી હતી જેનો ખાર રાખી આરોપીઓએ ગત તા. 07 ના રોજ ફરિયાદી ટ્રેક્ટર લઈને વાડી જતાં હતા ત્યારે રસ્તામાં ભેંસ અને ઘેટાં લઈને જતાં હતા

માર્ગ આપવા હોર્ન વગાડવા છતાં માર્ગ નહીં આપી ભેંસ અને ઘેટાં સાઈડમાં કર્યા ના હતા આરોપીઓએ ફરિયાદી અકબરને ધારિયું મારવા જતાં ધારિયું ટ્રેક્ટર છત્રીના પાઇપ સાથે અથડાઇ સરકી અકબરના માથામાં લાગતાં ઇજા પહોંચી હતી અને લોખંડ પાઇપ અને લાકડી વડે માથામાં મારી ઇજા કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે