ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ગઠિયાઑ વિવિધ રિતોથી લોકોને છેતરી ઓનલાઈન ફોર્ડ કરી મોટી રકમ ખાતામાંથી ટ્રાન્સફર કરી જતાં હોય છે જેમાં મોરબીની મહિલાને બેન્કનો મેસેજ મોકલી વોટ્સએપ હેક કરી બેન્ક ખાતામાંથી અલગ અલગ ટ્રાનજેક્શન કરી રૂ 5.50 લાખની રકમ ટ્રાન્સફર કરાવી લઈને ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીની રવાપર રેસિડેન્સીમાં રહેતા રસિલાબેન સતિષભાઈ પનારા (ઉ. વ.37) વાળાએ બંધન બેન્ક એકાઉન્ટ નંબર, hdfc બઁક, nsdl પેમેન્ટ્સ બેન્ક અને hsbc બેન્કના ખાતા ધારકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 08-04-2025 ના બપોરે રસિલાબેન પોતાના ઘરે હોય ત્યારે વોટ્સએપમાં ઈંડુંસન બેન્કનો મેસેજ મોકલી મેસેજ ઓપન કરતાં વોટ્સએપ હેડ કરી ફરિયાદીના બેન્ક ખાતામાંથી રૂ 2 લાખ બંધન બેન્ક, 1.50 લાખ એચડીએફસી બેન્ક, 1 લાખ nsdl પેમેન્ટ્સ બેન્ક અને 1 લાખ hsbc બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી લઈને ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે સિટી એ ડિવિજન પોલીસે બેન્ક ખાતા ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે