ગુલાબડી વિસ્તારમાંથી પોલીસે ગેરકાયદે દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક ઇસમને જડપી લઈને મુદામાલ કબજે લીધો છે
માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગુલાબડી પાસે ઈન્ડિયા કારખાના પાસે જવાના રસ્તેથી આરોપી સિકંદર મુસ્તાક કાજેડીયા રહે માળીયા સરકારી હોસ્પિટલ પાસે વાળાને દબોચી લીધો હતો જે આરોપીના કબ્જામાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિમત રૂ 3000 કબજે લઈને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે