સરતાનપર રોડ પર આવેલ પેપરમિલના કમ્પાઉન્ડમાં ડમ્પર ચાલકે યુવાનને ઠોકર મારતા ગામભજીર ઇજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મહારાષ્ટ્રના વતની જમાદાર રાયસિંગ પાવરાએ ડમ્પર જીજે 13 એડબલ્યુ 3529 ના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 22 એપ્રિલના રોજ ફરિયાદીના દીકરા આદેશ જમાદાર પાવરા (ઉ. વ.25) વાળા સરતાંનપર રોડ પર સોંપરાઇટ પેપરમિલ કમ્પાઉન્ડમાં કામ કરતો હતો ત્યારે ડમ્પર ચાલકે ડમ્પર પુરજડપે ચલાવી ફરિયાદીના દીકરા આદેશને પછાડી દઈને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે