કોટડાનાયાણી ગામમાં મોટર ચાલુ કરવા જતાં ઇલેક્ટ્રિક શોર્ટ આવતા પડી જતાં માથામાં લાગી જતાં 40 વર્ષના યુવાનનું મોત થયું છે
વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે મામદભાઈ અલારખા સમા (ઉ. વ.40) વાળો પોતાના ઘરે બોરની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં સ્વિચમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને સારવારમાં યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે