માલણીયાદ ગામમાં આવેલ વાડીના પાણી ભરેલ કૂવામાં પડી જતાં યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું જે બનાવ અંગે હળવદ પોલીસે તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામના રહેવાસી કૌશિકભાઈ હિમતભાઈ ડાભી (ઉ. વ.20) નામના યુવાન વાડીમાં આવેલ પાણી ભરેલ કૂવામાં પડી જતાં ડૂબી જતાં મોત થયું હતું હળવદ પોલીસે મૃતદેહ પીએમ અર્થ હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી છે