R R Gujarat

હળવદના નવા દેવળીયાના પાટિયે બંધ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં ચાલકનું મોત

હળવદના નવા દેવળીયાના પાટિયે બંધ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં ચાલકનું મોત

 

નવા દેવળીયા ગામના પાટિયા પાસે બંધ ટ્રક પડ્યો હતો જેના ચાલકે આડશ રાખી ના હોવાથી હાઇવે પરથી જતો ટ્રક બંધ ટ્રક પાછળ ભટકાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની કેબિન દબાઈ જતાં ટ્રક ચાલકનું મોત થયું હતું

ગાંધીધામના રહેવાસી અર્જુનસિંહ નારાયણસિંહ રાવતે ટ્રક આરજે 48 જી 0533 ના ચાલક વિરુદ્ધહ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક રોડ પર બંધ પડી ગયો હતો અને રતન સમયે ટ્રક પાછળ સિગ્નલ કે આડશ રાખી ના હતી જેથી ફરિયાદીના કુટુંબી ભત્રીજા ગીતાંજલિ ટ્રાન્સપોર્ટનો ટ્રક જીજે 03 બીવી 6618 લઈને જતાં હતા જે બંધ ટ્રકના પાછળ ભટકાઈ જતાં કેબિન છૂંદાઈ ગઈ હતી જે અકસ્માતમાં ફરિયાદીના કુટુંબી ભત્રીજા મોકમસિંગ ખુમાંનસિંગ રાવતને ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું અને આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકી નાસી ગયો હતો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે