R R Gujarat

હળવદના ચરાડવા ગામની સીમમાં જુગાર રમતા ચારને દબોચી લીધા

હળવદના ચરાડવા ગામની સીમમાં જુગાર રમતા ચારને દબોચી લીધા

 

ચરાડવા ગામની સીમમાં આશ્રમ સામે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને દબોચી લઈને પોલીસે 46,000 ની રોકડ રકમ જપ્ત કરી છે

 

એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં મહાકાળી આશ્રમ સામે ખરાબામાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા યુવરાજસિંહ ભીખુભા ઝાલા, લવજીભાઈ નાથભાઈ ગોહિલ, મનસુખભાઇ જીવાભાઇ સોલંકી અને બાબુલાલ પંજાભાઈ પરમાર એમ ચારને દબોચી લઈને રોકડ રૂ 46,000 જપ્ત કરી હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે