R R Gujarat

મોરબીમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો  ગોરખધંધો કરનાર બે ઝડપાયા 

મોરબીમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો  ગોરખધંધો કરનાર બે ઝડપાયા 

મોરબીના સર્કિટ હાઉસ નજીક આવેલા વિકાસ ચેમ્બરમાં સનમૂન સ્પાની આડમાં દેહ વ્યાપારના ગેરકાયદે વેપારના ગોરખધંધાનો પર્દાફાશ કરી પોલીસે બે ઈસમોને ઝડપી લીધા છે

    મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સિટી બી ડિવિઝન પોલીસની ટીમ કાર્યરત હતી ત્યારે સર્કિટ હાઉસ રોડ પર વિકાસ ચેમ્બરમાં સનમૂન સ્પામાં સ્પા સંચાલક  આર્થિક લાભ માટે બહારથી રૂપ લલનાઓ બોલાવી ગ્રાહકોને બોડી મસાજના ઓઠા તળે શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડી કૃટણખાનું ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી 

 સ્પામાં રેડ કરી પોલીસ ટીમે આરોપી સ્પા સંચાલક ભાવેશભાઈ સદાશિવભાઈ ખમકાર રહે હાલ મોરબી મૂળ વડોદરા અને રાહુલ વિનોદ સોલંકી રહે અમરેલી ગામ તા. મોરબી એમ બે ઈસમોને ઝડપી લીધા છે સિટી બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો મુજબ ફરિયાદ નોંધી છે