વાંકાનેર તાલુકા પોલીસે ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા મોકલી દીધો છે
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા અને અગાઉ ઈંગ્લીશ દારૂના ગુનાઓમાં પકડાયેલ ઇમરાન ઉર્ફે ભૂરો ઈબ્રાહીમ પઠાણ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી અને પાસા પ્રપોઝલ મંજૂર થતા ટીમ પેટ્રોલીંગમાં હતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે વાંકાનેર નજીકથી ઇમરાન પઠાણને ઝડપી લઈને પાસા વોરંટની બજવણી કરતા મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કર્યો છે