મેઘપર ઝાલા ગામના પાટિયા પાસેથી પોલીસે વેન્યુ કાર આંતરી લઈને તલાશી લેતા દારૂની 20 બોટલ મળી આવી હતી જેથી દારૂ અને કાર સહિત 4.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મેઘપર ઝાલા ગામના પાટિયા પાસેથી વેન્યુ કાર જીજે 36 એસી 9537 રોકી તલાશી લેતા ઇંગ્લિશ દારૂની 20 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 12,111 નો દારૂ, 5 હજારનો મોબાઈલ અને કાર સહિત કુલ રૂ 4,17,111 નો મુદામાલ જપ્ત કરી આરોપી સાગર સવજીભાઈ માલકીયાને ઝડપી લીધો છે