R R Gujarat

મોરબીના મોટી વાવડી ગામે વાડીની ઓરડીમાંથી દારૂની 114 બોટલનો જથ્થો જપ્ત

મોરબીના મોટી વાવડી ગામે વાડીની ઓરડીમાંથી દારૂની 114 બોટલનો જથ્થો જપ્ત

 

મોટી વાવડી ગામે આવેલ વાડીની ઓરડીમાં રેડ કરી મોરબી તાલુકા પોલીસ ટીમે ઇંગ્લિશ દારૂની 114 બોટલનો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન બે આરોપીને જડપી લેવામાં આવ્યા છે તો એક આરોપીનું નામ ખૂલ્યું છે

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે મોટી વાવડી ગામની સીમમાં વાડીની ઓરડીમાં રેડ કરી હતી જ્યાં વાડીની ઓરડીમાંથી દારૂની 114 બોટલ કિમત રૂ 58,680 નો જથ્થો જપ્ત કર્યો છે અને રેડ દરમિયાન આરોપી રાહુલ મહેશ ચાવડા અને અરમાન ઇકબાલ જુનેજા એમ બેને જડપી લીધા છે આરોપી નઝિર રહીમ સંધિ રહે રાજકોટ વાળો હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે