R R Gujarat

મોરબીની વિજયનગર સોસાયટીમાં ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત

મોરબીની વિજયનગર સોસાયટીમાં ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત

 

વિજયનગર સોસાયટીમાં રહેતા 68 વર્ષના વૃદ્ધને પોતાના ઘરે છાતીમાં દુખાવો ઊપડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં જોઈ તપસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા

મોરબીના આલાપ રોડ પર વિજયનગર 2 સોસાયટીમાં રહેતા કેશવજીભાઈ પરષોતમ પાડલીયા (ઉ. વ.68) નામના વૃદ્ધ ગત તા. 01 ના રોજ ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઊપડતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાંથી મોરબી સરકારી હોસ્પિટલ લઈ જવાનું કહેતા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપસીને મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડિવિજન પોલીસે બનાવ અંગે તપાસ ચલાવી છે