માળીયા કચ્છ નેશનલ હાઇવે પરથી 60 વર્ષના વૃદ્ધ પોતાનું બાઇક લઈને જતાં હતા ત્યારે ટ્રક ટ્રેલર ચાલકે બાઇકને ઠોકર મારી પછાડી દેતા વૃદ્ધનું મોત થયું હતું
માળીયા (મી.) તાલુકાના નવા હજીયાસરના રહેવાસી અનવર સીદીક જેડાએ ટ્રેઈલર જીજે 12 બીજેડ 8639 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા સીદીકભાઈ ગગાભાઈ જેડા (ઉ. વ.60) વાળા પોતાનું બાઇક લઈને જતાં હતા ત્યારે કચ્છ હાઇવે પર આરામ હોટેલ સામે ટ્રેલર ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારી હડફેટે લીધા હતા અને ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું માળીયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે