આમરણ ગામ નજીક થાર ગાડીના ચાલકે બાઇકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું અને એકને ઇજા પહોંચી હતી અકસ્માત બાદ થાર ગાડીનો ચોક નાસી ગયો હતો
જામનગરના રહેવાસી મહમદ રફીક પંજાએ મહિન્દ્રા થાર ગાડી જીજે 36 એપી 1764 ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ મહમદ હુશેન યાસીન પંજા તેનું બાઇક જીજે 10 એજી 9929 લઈને જુમભાઈ નથુભાઈ કટરીયાને બાઇકમાં પાછળ બેસાડી જામનગરથી કચ્છ હાજીપીર મેળામાં જતાં હતા ત્યારે તા. 27 એપ્રિલના રાત્રિના સુમારે જામનગરથી આમરણ રોડ પર મેલડી માતાજી મંદિર પહેલા મહિન્દ્રા થાર ગાડીના ચાલકે બાઇકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ મહમદ હુશેનને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં મોત થયું હતું તેમજ જુમભાઈને ઇજા પહોંચી હતી અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે