વાંકાનેર શહેરમાંથી બાઇક ચોરી કરનાર રીઢા ગુનેગારને પોલીસે ઝડપી લઈને ચોરાઉ બાઇક રિકવર કર્યું છે જે આરોપી વિરુદ્ધ 12 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું ખૂલ્યું છે
વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોઇલનગમાં હોય દરમિયાન અમરસિંહજી હાઇસ્કૂલ પાસે બાઇક સાથે એક ઈસમ મળી આવ્યો હતો જેની પાસે કાગળો માંગતા ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો અને સઘન પૂછપરછ કરતાં બાઇક વાંકાનેરમાંથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું જેથી આરોપી હનીફશા ઈબ્રાહીમશા શાહદાર (ઉ. વ.36) રહે ભાવનગર રોડ રાજકોટ વાળાને જડપી લઈને બાઇક કિમત રૂ 30 હજાર રિકવર કરવામાં આવ્યું છે
વાંકાનેર સિટી પોલીસ જડપી લીધેલ ઈસમ રીઢો ગુનેગાર હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે જે આરોપી વિરુદ્ધ વાંકાનેર સિટી, રાજકોટ બી ડિવિજન, ભક્તિનગર પોલીસ, થોરાળા, ગાંધીગ્રામ, મોરબી એ ડિવિજન સહિતના પોલીસ મથકોમાં 12 પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને આરોપી ચોરી કરવાની ટેવ વાળો હોવાનું ખૂલ્યું છે