R R Gujarat

મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યા કરનાર આરોપીને ઝડપી લેવા પોલીસની દોડધામ

મોરબીના ખાખરાળા ગામે યુવાનની હત્યા કરનાર આરોપીને ઝડપી લેવા પોલીસની દોડધામ

 

ખાખરાળા ગામમાં દુકાન પાસે એક ઇસમે યુવાન પર ફાયરિંગ કર્યા બાદ ફાયરિંગ ન થતાં છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે હત્યાની ફરિયાદ નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

ખાખરાળા ગામમાં રહેતા જગદીશભાઈ સામતભાઈ કરોતરાએ તેના જ ગામમાં રતા સાગર ઉર્ફે મૂળું આયદાન ડાંગર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 30 એપ્રિલના રોજ રાત્રિના ફરિયાદીના દીકરા કિશનને આરોપી કોઈ કારણોસર રાગ દ્વેષ રાખી મારી નાખવા માટે કિશન સામે બંદૂક વડે ફાયર કરતો હતો પરંતુ ફાયર થયું નહીં જેથી છરી વડે છાતીના અને વાંસાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજવ્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે