R R Gujarat

મોરબીના ખાખરાળા ગામે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

મોરબીના ખાખરાળા ગામે છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

 

મોરબી જિલ્લામાં હત્યા જેવા ગંભીર ગુના અવારનવાર બનતા રહે છે થોડા દિવસો પહેલા જ મોરબી અને બાદમાં હળવદમાં હત્યાના બનાવો બન્યા હતા તો વધુ એક હત્યા ગત રાત્રિના ખાખરાળા ગામે કરવામાં આવી છે 22 વર્ષના યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે

મોરબી તાલુકાના ખાખરાળા ગામનો વતની કિશન જગદીશભાઇ કરોતરા નામનો 22 વર્ષનો યુવાન હાલ રાજકોટ રહીને બીએડ અભ્યાસ અને સાથે જીપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે હાલ વેકેશન હોવાથી બે દિવસ પૂર્વે યુવાન ગામમાં આવ્યો હતો જે યુવાન કિશનની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે ખાખરાળા ગામના રબારી વાસમાં યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો બનાવની જાણ થતાં પોલીસ ટીમો દોડી ગઈ છે અને વધુ તપાસ ચલાવી છે