R R Gujarat

વાંકાનેરના પુલ દરવાજા પાસે એસટી ચાલકે બસ ચલાવી મૂકતાં વૃદ્ધા પડી ગયા, પગ બસના વ્હીલમાં ચીપિ નાખ્યો

વાંકાનેરના પુલ દરવાજા પાસે એસટી ચાલકે બસ ચલાવી મૂકતાં વૃદ્ધા પડી ગયા, પગ બસના વ્હીલમાં ચીપિ નાખ્યો

 

પુલ દરવાજા પાસે માર્કેટ ચોકમા વૃધ્ધા બસમાં બેસતા હતા ત્યારે બસ ચાલકે બસ ચલાવવા લાગતાં પડી ગયા હતા અને પગ એસટી બગાસના આગળના વ્હીલમાં આવી જતાં સંપૂર્ણ પગ ચીપિ નાખી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે

જુનાગઢના બગડું ગામ બસ સ્ટેશન પાસે રહેતા ત્રિકમભાઈ દેવરાજભાઈ ડોબરીયાએ એસટી બસ જીજે 18 z 9705 ના ડ્રાઈવર વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદીના પત્ની વિજયાબેન ડોબરીયા (ઉ. વ.70) વાળા વાંકાનેર પુલ દરવાજા પાસે માર્કેટ ચોકમાં એસટી બસમાં બેસવા જતાં બસ ચાલકે બસ ચલાવતા વિજયાબેન પડી ગયા હતા જેનો ડાબો પગ બસના આગળના વ્હીલમાં આવી જતાં ડાબા પગના ગોઠણથી નીચેનો ભાગ સંપૂર્ણ ચીપિ નાખી ગંભીર ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સિટી પોલીસ ટીમે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે